વાત એક સમાજ માં ચાલી રહેલા કુરિવાજ અને દુષણની છે. વાત એક ભારતના (ઇન્ડિયા ના નહિ) ગામડાની છે. આઈ હોપ કે તમને ભારત અને ઇન્ડિયા માં શું તફાવત છે તેની ખબર હશે.
સૌરાષ્ટ્રનું આ આશરે પચ્ચીસેક હાજર ની વસ્તી ધરાવતું ગામ. પૃથ્વી જેમ ૭૫% પાણી અને ૨૫% જમીન વિસ્તાર માં વહેચાયેલી છે, તેમ જ આ ગામ પણ ૭૫% (આમ કહું તો ૮૦ થી ૮૫%) અભણ માણસોથી અને માત્ર ૧૦ થી ૧૫% ભણેલા માણસોથી વહેચાયેલું છે.જ્યાં ડોક્ટર, અન્જીન્યર ના પ્રેક્ટીકલ જ્ઞાન ને ઠુકરાવીને અભણ વડીલો ના થીસીસને પહેલી ચોઈસ મળે છે.વાત મારે આ ગામ ના બાહ્ય દેખાવની નથી કરવી. પણ જે વડીલોને તેનો સમાજ, તેના સગાવહાલા અને કુટુંબીજનો ઝીંદગીના નાના અને મોટા દરેક કાર્ય માં તેને આગળ રાખી ને વાત કરે છે તેમાં બેસી ગયેલા સડા ની કરવી છે.
નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવીને સંઘર્ષભરી ઝીંદગીમાં મોટા થયેલા એક પટેલ (હવે, પાટીદાર) સમાજના દીકરાની આ કહાની છે. ખેતીવાડીમાં મહેનત કરીને સમાજમાં ટકી શકે તેટલી હેસિયત તો તેમને હાંસલ કરી લીધી પણ વિધાતાને કંઈક અલગ જ મંજુર હોય તેમ તેનો સંઘર્ષ હવે બ્લડ કેન્સરની મોટી બીમારી સાથે શરુ થયો. શરૂઆતમાં તો કુટુંબના (સગાવહાલા) સભ્યોએ હું તમારી સાથે જ છું! હું તમને સારું કરાવી દઈશ! તેવો "હું" પણાનો ભાવ તો દર્શાવ્યો. છતાં પણ આ માણસે કેન્સરની સામે થાકીને , હારીને એક દિવસ દુનિયા માંથી વિદાય લઇ લીધી.
સાચો ખેલ તો હવે શરુ થાય છે.
કુટુંબના જે "હું" ના સભ્યો ની ટીમ હતી તેને તો જાણે મૃત વ્યક્તિ પાછળ પિએચડી કરવાનું હોય તેમ સતત ત્યાં જ નજર રાખતી. જોકે તે સભ્યોને - વડીલો ને મારા સતસત પ્રણામ કે ત્યાં તેઓએ કામ સિવાય કોણ આવ્યું? કોણ ગયું? કોણ મૃત્યુ પામેલા વ્યક્તિ પાછળ સાચી રોકકળ કરે છે? અને કોણ માત્ર નાટક કરે છે તેની જ સાવચેતી , કાળજી અને બની શકે તેટલી પોતાની કેલરી વેસ્ટ કરી. અગિયાર દિવસ તો આમ પિએચડી ના થીસીસ લખવામાં તેઓએ પસાર કરી નાખ્યા, પરંતુ હવે સાચો સમય તેઓએ તેને કરેલી પીએચડીના થીસીસ ને રજુ કરવાનો આવ્યો એટલે કે મૃત વ્યક્તિની ફ્યુંનરલ (અંતિમ ક્રિયા) નો એ દિવસ.
અગિયાર દિવસ થી ચાલી રહેલી ટ્રેજેડી હવે ટ્રેજિક એન્ડ તરફ આવે છે.હવે સ્કોલર્સને પ્રશ્ન અહી એ ઉભો થાય છે કે મૃત વ્યક્તિની પાછળ જમણવાર શું રાખવું જોઈએ?. કોઈ દયાળુ વડીલે કહ્યું કે યુવાન વયે ઝીંદગી ગુમાવનાર ની પાછળ કઈ પકવાન (મીઠાઇ) ના હોય, તો બીજા સમજદાર વડીલો એ પણ તેમાં સહમતી દર્શાવી. પરંતુ જો પીએચડી સ્કોલર આ વડીલોની વાત માને તો તેના થીસીસ ને કોઈ સ્વીકારે નહિ એટલે તેઓએ તેનો મત રજુ કર્યો કે "સમાજના રીતરિવાજ મુજબ જમવામાં કઈ નવીન (એટલે કે મીઠાઇ) તો હોવી જ જોઈએને".મૃત વ્યક્તિના ઘરના સભ્યો ની હાલત તો ધોબી ના કુતરા જેવી હતી "ન ઘરનો ન ઘાટનો" ના તો એ લોકો "હા" બોલી શકે ના તો "ના". અંત માં તો સ્કોલરના થીસીસને જ અક્સેપ કરવામાં આવ્યો.
વિચાર કરો મિત્રો વાત મેં અહિયાં એટલા માટે રજુ કરી છેકે ઝીંદગી અને મોતની વચ્ચે લડતા લડતા જે માણસે માત્ર બાજરીના રોટલા સિવાય બીજી કોઈ વાનગી જોઈ નથી,ખાવાની વાત તો દુર રહી તે માણસની પાછળ ત્યાં હાજર બધાજ સભ્યોએ ફ્યુનરલ માટે બનાવેલી મીઠાઇ હોશે હોશે ખાધી અને અમૃત નો ઓડકાર પણ લીધો.ઘરના સભ્યોની હાલત તો મૃત વ્યક્તિ ની પાછળ મૃત બનીને જીવતા હોય તેવી હતી. કારણ કે તેને સવાલ હવે થયેલા ખર્ચની ચુકવણી નો હતો. અહી , વિચાર માત્ર એટલો જ કરવાનો છેકે શું દસમાં ધોરણ માં ભણતો તે મૃત વ્યક્તિનો એક નો એક દીકરો આ ખર્ચ ચૂકવી શકશે? જે પોતે મેન્ટલી થોડો ડીસ્ટર્બ છે.તેના પિતાની બીમારીના ખર્ચ થયેલા રૂપિયાનું દેવું ચુકવવાની હેસિયત પણ હજુ નથી તે દીકરા પાસે. શું તમને લાગે છેકે પેલા વડીલો હવે એક ફૂટી કોડી ની પણ મદદ કરશે? જવાબ માત્ર "ના" જ મળશે કારણ કે તેઓને આ દીકરા માં કોઈ એવી તાકાત નથી દેખાતી કે તે તેને વળતર પાછું આપી શકે.
વિરોધ મને મીઠાઇનો કે અમૃતના ઓડકાર નો નથી. વિરોધ મને તો આ પાટીદાર સમાજના દીકરાની ફૈનન્સિઅલ પરિસ્થિતિ નો છે. જો તે વડીલો ચાહેત તો પેલા મૃત વ્યક્તિની અંતિમ ક્રિયા માત્ર પુણ્ય અને બને તો થોડું દાન કરીને પણ કરાવી શકેત.ગયેલા વ્યક્તિ પાછળ માત્ર સાચા હદયથી એક પ્રાથના થઇ જાયને તો પણ પુણ્ય- દાન કરવા જેટલું જ છે. મુશ્કેલ સમયે તે દીકરાને મદદ કરો તે જ સાચો સહકાર છે.સમાજમાં ડૂબતા વ્યક્તિને વધુ ડૂબાડવા કરતા તેને તારવવો તે પણ કરોડો રૂપિયાના દાન કરવા બરાબર જ છે.
આ તો માત્ર એક નિરીક્ષણ કરેલી ઘટના છે પણ સવાલ અહી એ છે કે શું આવી પરિસ્થિતિની અંદર નરેન્દ્ર મોદીનું WESTERNIZE INDIA સપનું સાકાર થશે? તમને નથી લાગતું કે "ગાડરિયા પ્રવાહ"ની અંદર ચાલ્યા રેહવા કરતા કંઈક નવીન શરૂઆત આપણે કરાવી જોઈએ?.
plz share your views .........

No comments:
Post a Comment